Dear Student, Open Your Ear this Year ……!
અભ્યાસ એ વ્યક્તિના જીવનનાં પાયાનું ચણતર છે. શિક્ષણ ઉપર જ સંસ્કારીતાની .ઈમારત ઊભી છે. શિક્ષણની સાચવેલી ક્ષણ ક્ષણ આવનારી પળ પળને સાચવનારી હશે. વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં સેમેસ્ટર પદ્ધતિના આગમન તથા F. A. /S. A. દ્વારા વિદ્યાર્થીઓનું સતત સર્વગ્રાહી મુલ્યાંકન થતું હોવાથી દરેક બાળકને પળે પળે અસરકારક શિક્ષક (Effective Education) દ્વારા નિરિક્ષણ થતું રહે છે. શિક્ષણ જ આવનારા દિવસોમાં બાળકને સ્થિરતા બક્ષવાનું કામ કરશે.
"Success is a decision, not a gift. "
બાળકના જન્મકાળથી જો ગણીએ તો '' જન્મ અને મરણ '' વચ્ચેના શિક્ષનકાળ દરમિયાન તેણે સતત કાર્યશીલ રહેવું પડે કારણ કે વર્તમાન સમય શિક્ષણમાં આમૂલ પરિવર્તન લઈને આવે છે. જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણવિદો તેને અવારનવાર દિવસોમાં ''સ્મરણ'' કરતા રહે.
"Goals like road maps."
"જન્મ અને મરણ " વચ્ચે ૨૫ -૩૦ વર્ષની શૈક્ષણિક કારકિર્દી દરમિયાન આ હરીફાઈમાં અર્ધો '' સ્ '' લગાવવા તેને શિક્ષણજગતમાં સમગ્ર જીવનકાળ દરમિયાન '' સ્મરણકાળ '' કરે તેવા ઉદેશથી સતત પ્રયત્ન શીલ રહેવું પડે છે.
1. Dear : (અભ્યાસ ને વ્હાલ કરો)
Dear Means, Dear + Ear પ્રેમથી સાંભળો વ્હાલા બાળકો, આપ માતા - પિતાનાં, શિક્ષકોના પ્રિય છો, આવતીકાલના ભારતનું ભવિષ્ય છો, તેથી આપ સૌ અમારા Dear કહેવાઓ. " The road to success is always under construction " આવતીકાલે ભારતના ભવિષ્ય માટેના સારા ફાળો ચાખવા માટેનું બીજારોપણ કરવાનું કામ શિક્ષકો, વડીલો અને શિક્ષકવિદો પર છે.
2. Near : (બન્ને કાને સાંભળો) :-
Near Means Dear + Ear નજીકના છો માટે સાંભળો. આપના અભ્યાસ લક્ષ્યને સિદ્ધ કરવા માટે સિદ્ધ કરી શકાય તેવો લક્ષ્યાંક રસ્તો નક્કી કરો. સમયાંતરે આપે શિક્ષણનાં લક્ષ્યાંકને સિદ્ધ કરેલ પ્રયત્નોનું માપન કરતાં જાવ, ત્યારબાદ આપ પ્રગતિના પંથે છો કે કેમ તે નક્કી કરતાં જાવ. જો કોઈ કચાશ દેખાય તો તેના કારણો શોધી તેના નિદાનાત્મક ઉપચાર શોધી કાઢી અમલ કરો, સફળતાના દ્વાર આપોઆપ ખુલી જશે. " The journey of a thousand miles begins with a single step. "
'' સારું કાર્ય કરવાનું પ્રથમ સોપાન જ તમારા માટે કાયમી રસ્તો બની જશે. "
3. Fear : (ભયને દુર કરો)
Fear Means , Fear + Ear કાનને ભયમુક્ત રાખો. અભ્યાસના ક્ષેત્રમાં ભયરૂપી દુશ્મનને સ્થાન ન આપો. ભય ત્યારેજ મળશે કે જયારે આપ શૈક્ષણિક લક્ષ્યને માટે અવરોધ ઉભો કરશો. જેમ કે રસહીન વિષયોને ઓછું પ્રાધન્ય આપશો. તો એ ન ચાલે, જેમ શરીરમાં વિટામીનો પૂરતા પ્રમાણમાં જરૂરી છે તેમ શિક્ષણની પ્રગતિમાં પણ બધા જ વિષયોમાં સરખી મહેનત જરૂરી છે. "Fear can only grow darkness. Once you face fear with light, you win.'' - Steve Maraboli
'' એકવાર અભ્યાસરૂપી ભય પ્રવેશી જશે તો પરિક્ષારૂપી સરહદ પર આપ વિશ્વાસપૂર્વક લડાઈ લડી શકશો નહિ. "
4. Tear : (ભયને દુર કરો)
Tear Means, Teacher Ear શિક્ષકનુ કહેવું સાંભળો. " If eyes are windows to the soiul, then tears are heavens rain. "
આપના શિક્ષકમિત્રો અને વડીલો તથા સહાધ્યાયી મિત્રો આપને વારંવાર સલાહસૂચનો આપતા હશે. તેનાથી આપ વ્યથિત થશો નહિ, કારણ કે તો આપના ભલા માટે જ આખા વર્ષ દરમિયાન આપને ટોકતા હશે. જે આપના આવતી કાલના ભવિષ્ય ઘડતર માટે ઉપયોગી અને સાર્થક સાબિત થશે.
"The journey a thousand miles begins with a single step."
"સારું કાર્ય કરવાનું પ્રથમ સોપાન જ તમારા માટે તે કાયમી રસ્તો બની જશે."
" My body needs louhter as it needs tears, Both are clean sers of stress."
"Tears God's way of cleansing the heart." - Rebecca Barlow Jordan
5. Clear : (ભયને દુર કરો)
Clear Means , Dear + Ear શિક્ષક દ્વારા સંકલ્પના સ્પષ્ટ કરો. " When your values are to you, making decisions becomes easier." શ્રેષ્ઠ વિદ્યાર્થી તેને જ કહી શકાય કે પાઠ્યક્રમનાં દરેક મુદ્દાઓની સંકલ્પના સ્પષ્ટ હશે તો જ તે વિશ્વાસપૂર્વક પરિક્ષારૂપી રથ પર બેસીને પરિણામરૂપી રથ પર બેસીને પરિણામરૂપી સફળતાનો હાર પહેરશે.
" Reading makes afull man, meditation a profound man, dis - course a clear man."
" A great Student establishes clear objectives for each lesson and works" - Steve Maraboli
હે ....! વિદ્યાર્થી મિત્રો ,
તમારા ત્રિમંડળ તથા તમારા શિક્ષકો પાસે અભ્યાસની ચર્ચા - વિચારણા કરી દરેક બાબતને સ્પષ્ટ કરી દો. "If you develop your dreams into goals, and your goals into realities, then your realities will become your successes."
6. Hear (અભ્યાસ માટે કાન ખુલ્લા રાખો…)
Hear Means He + Ear તેનું સાંભળો. વ્હાલા વિદ્યાર્થીમિત્રો, આ એક એવો અભ્યાસનો સમયગાળો છે કે જેમાં આખા વર્ષ દરમિયાન દરેક બાજુથી તમને સલાહસૂચનો મળશે, સારા લાગતા, અમલમાં મૂકી શકાય તેવા સૂચનો અવશ્ય ધ્યાનમાં લો, કારણ કે આપના શિક્ષકમિત્રોના, મિત્રમંડળના તથા વડીલોના વર્ષોના અનુભવો નીચોડો તેઓની પાસે છે. "Only do what your heart tells you." શાળાના સમયપત્રક દ્વારા જુદા જુદા વિષયો ભણાવવા જુદા જુદા શિક્ષકો વર્ગખંડમાં આવે છે, છતાં તેમના સૌનો મકસદ સૌ વિદ્યાર્થીઓની સર્વાંગી વિકાસ થાય તે જોવાનો છે તેમ દરેક વડીલો, શિક્ષકો, વાલીઓને પોતાના બાળકોના ધરેલા લ્ક્ષ્યન્ક પાસે પહોંચાડવા માર્ગદર્શન આપતા રહે છે. " Goals provide the direction you need to reach your destination.
7. Year (અભ્યાસ માટે માર્ગદર્શન બનાવો)
Year Means Yes + Ear માત્ર એક વર્ષ માટે સાચવો. એક આક્ખા વર્ષ માટે એક માર્ગદર્શિકા તૈયાર કરી ડો એ જ આપના આખા વર્ષના અભ્યાસકાળ માટે પથદર્શક બની રહે. રસ્તો એટલો સરળ પણ ન રાખો કે સરળતાથી સિદ્ધ થઇ શકે. તમારી કાર્યક્ષમાતાનો લક્ષ્યાંક એટલો મોટો પણ ન રાખો કે જે સિદ્ધ ન થઇ શકે. " Write a letter of intent to yourself, dateit, and sign it. put this letter some place, where you will see it everyday. નજર સમક્ષ લક્ષ્યાંક રહેતો હોવાથી તેના પર મનન, ચિંતન કરતા રહેવાથી તેને સિદ્ધ કરવા માટેનો પથદર્શક (Mile stone) બની રહેશે.
8. Ear: (કાનથી સાંભળી દિલથી કરો )
Means E + Ear તમારું હૃદય તમને જે કહે છે, તેજ તમે કરો. અસરકારક શિક્ષણ ત્યારે જ થશે કે જયારે આપ અભ્યાસમાં મન લગાવીને ભણશો, એકાગ્રતા જેમ વધુ તેમ શિક્ષણમાં મન લગાવીને ભણશો, એકાગ્રતા જેમ વધુ તેમ શિક્ષણમાં સ્મરણશક્તિ (Grasping Power) વધે.
" Hear my prayer, O god ; give ear to the words of my mouth. " - Bible
" A great Student has effective discipline skills and can promote positive behaviors and change in the life " દરેક વિદ્યાર્થીઓને પ્રભુએ સારું સાંભળવા કાન આપેલ છે. તેનો ઉપયોગ માનવ કેવી રીતે કરે છે. તે તેણે જોવાનું છે. આપ સમય તમને સાચવી લેશે. Give every man thy ear, but few thy voice. તો ચાલો, નવો સંકલ્પ કરી આ એક શિક્ષણદીપ દ્વારા વિદ્યારૂપી દિવ્ય રોશની મેળવનારાઓની પડખે રહી શિક્ષણસેવાના મહાયજ્ઞમાં જોડાઈને આપણી આહુતિ અર્પણ કરીને એ જ અભ્યર્થના સહ ......... !