" પંખ હોને સે કુછ નહિં હોતા, હોંશલો સે ઉડાન હોતી હૈ ....
હલ્લો ...... કેમ છો ......... ? નથી બરાબર ને ? મને ખ્યાલ છે. અરે ! તમને થશે, હું કોને પૂછું છું, કોને કહું છું, આ બધું ? આ બધું હું સવાલ પૂછી રહ્યો છું વિદ્યાર્થીઓ અને તેમના માતા - પિતાને, કારણ કે તેઓ અત્યારે ખુબ જ ચિંતિત છે, પરેશાન છે, તેમનો આત્મવિશ્વાસ ડગુમગુ થઈ રહ્યો છે. દરેક વિદ્યાર્થીએ હવે પોતાનું લક્ષ્યાંક નક્કી કરી રાખ્યું છે કે મારે 80% લાવવા છે. મારે 90% લાવવા છે. સાથે તેમના માતા - પિતાએ પણ મારે મારા બાળકને ડોક્ટર, એન્જિનિયર વગેરે કંઈક અનાવવું છે. બરાબર ને ?
પણ .. ' પંખ હોને સે કુછ નહિ હોતા, હોશાલો સે ઉડાન હોતી હૈ ...........
મતલબ કે પંખો હોવાથી જ ફક્ત ઉડવાનું કે તરવાનું આવડે તેમ નથી હોતું, ઉડવા માટે હિંમત અને આત્મવિશ્વાસની જરૂર હોય છે.
પરંતુ કહેવાતી આ આધુનિક શિક્ષનપ્રથામાં વિદ્યાર્થી અને વાલીવર્ગ પરિક્ષા પહેલા અને પછી સતત ચિંતા ભોગવતો જ રહે છે. પરીક્ષા પહેલા પેપર કેવા હશે ? પરીક્ષા કેવી જશે ? કેટલા ટકા આવશે ? અણી ચિંતા હોય છે, પરંતુ અહી તો પરિણામ આવ્યા પછીપણ ચિંતાનો અંત નથી આવતો, પરિણામ આવ્યા પછી કયો અભ્યાક્રમ પસંદ કરવો, ક્યાં અભ્યાક્રમને પસંદ કરવાથી સારી કારકિર્દી ઘડી શકાય ? તેની મૂંઝવણમાં તે મૂંઝાયા કરે છે અને આ મૂંઝવણ પોતાના બાળક કે પોતાના પુરતી હોય તોય સમજાય પણ આ મૂંઝવણ તો આજના વિદ્યાર્થી અને વાલીવર્ગને સમાજના માન - મોભા અને ઉચ્ચ કારકિર્દી માટે દોડતા ઘેટાના ટોળામાં જોડી દે છે. આજનો આ ભ્રમિત સમાજ ઉચ્ચ કારકિર્દીને ઊંચી ટકાવારી કે પરિણામ સાથે જોડે છે. ત્યારે તેને એક વાત કેમ સમજાતી નથી કે ઉચ્ચ કારકિર્દીને ઊંચી ટકાવારી સાથે કોઈ સંબંધ નથી, ઉચ્ચ કારકિર્દીને સંબંધ છે, માત્ર વ્યક્તિ પોતાની રસ રૂચિ અને વલણ સાથે, વ્યક્તિમાં રહેલી હિંમત, સાહસ સાથે, વ્યક્તિની કંઈક કરી છુટવાની ઝંખના સાથે એના આત્મવિશ્વાસ સાથે. આપણા સમાજમાં એવી કેટલીય સફળ વ્યક્તિઓ છે, જેઓનું સ્તર નીચું અથવા ઓછું છે, છતાં જે -તે ક્ષેત્રમાં તેઓએ ઉચ્ચ કારકિર્દી ઘડી છે.
જે વ્યક્તિ પાસે આત્મવિશ્વાસનું ધન હોય છે. એ વ્યક્તિ માટે દુનિયાની કોઈ પણ વસ્તુ મેળવવી આસન હોય છે. આજે જગત ભરમાં હોન્ડાની જે જાણીતી બાઈક છે. એનો ઈતિહાસ જાણવા જેવો છે, એના મૂળમાં આત્મવિશ્વાસ જ છે. આ હોન્ડાના સર્જક સોઈચીરો હોન્ડા એક ગરીબ લુહારનો પુત્ર હતો. ગરીબીના વાદળ એટલા ગાઢ હતા કે સુખનો સુરજ ક્યારેય દેખાય એવી આશા ન હતી. આ હોન્ડાના પાંચ ભાઈઓતો ભુખામાંરામાં જ મારી ગયા હતા. વળી સોઈચીરો ભણવામાંય ઠોઠ. સ્કૂલમાંથી છૂટીને એ પિતાને સાઇકલ રીપેર કરવામાં મદદ કરતો, નવા યંત્રો અનાવવાં તેને બહુ ગમતા. પ્રથમવાર તેણે કાર જોઈ અને વિચાર્યું કે આવી કાર હું પણ બનાવીશ. ત્યારબાદ સંઘર્ષ કરતા કરતા તેણે રીપેર શોપ કરી, મોટર માટે પિસ્ટન રિંગ્ઝ બનાવી, મોટરસાઈકલ બનાવવાના પ્રયોગો શરૂ કર્યા. 1984 માં તેણે હોન્ડા મોટર કંપની બનાવી અને પ્રથમ મોટરસાઈકલ લોન્ચ કરી અને જોતજોતામાં તો આખા જાપાનમાં સોઈચીરો હોન્ડા સૌથી મોટો મોટરબાઈકનો નિર્માતા બન્યો. આજે હોન્ડાની આવક અબજોને આંબે છે. હવે વિચારી જુવો કે, આ હોન્ડા પાસે કઈ મુડી હતી ? નાં એના પિતાએ વારસામાં અઢળક ધન આપ્યું હતું કે, ના એ ભણવામાં અવ્વલ હતો છતાં આનામાં પ્રબળ આત્મવિશ્વાસ હતો કે યંત સંચાલિત ગાડી બનાવવી એને એ સપનું તેણે સાકાર કર્યું.
દરેક વ્યક્તિમાં આવી વિશિષ્ટ ટેલેન્ટ હોય છે જ, પણ એ વ્યક્તિ એને જાણી શક્તી નથી અથવા જાણે, તો બહાર લાવવા જેટલો આત્મવિશ્વાસ ધરાવતી હોતી નથી. થોમસ આલ્વા એડીશન, અબ્રાહમ લિંકન, ગાંધીજી, સરદાર પટેલ, સામપિત્રોડા, અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, ધીરુભાઈ અંબાણી વગેરે આગવા આત્મબળનો ભરોસે જ આ દુનિયામાં તેઓ પોતપોતાના ક્ષેત્રમાં આગવી સિદ્ધિ હાંસલ કરી સફળતાના પર્યાય બન્યા છે. આ દરેક વ્યક્તિ પોત - પોતાનાં ક્ષેત્રમાં સફળ છે. છતાં તેમની સફળતા તેમના શિક્ષણની મોહતાજ નથી, અહી એક વાત યાદ રાખવી જોઈએ કે નિષ્ફળ વ્યક્તિઓ માટે જે અવરોધો છે, તે જ સફળ વ્યક્તિઓ માટે સફળતાનાં પગથિયા છે.
મિત્રો, સફળતાનું બીજું નામ આત્મવિશ્વાસ છે. ઘણા લોકોનો આત્મવિશ્વાસ પણ ફલેક્સિબલ હોય છે. જેવી સ્થિતિ અને સંજોગો એવો આત્મવિશ્વાસ આવા લોકો ટૂંકા સમય માટે સફળ થઇ શકે પણ લાંબી રેસના ઘોડા ન બની શકે. ખરેખર તો આત્મવિશ્વાસ એટલો દઢ હોવો જોઈએ કે આખી દુનિયા એક તરફ થઈ જાય છતાં તમારો વિશ્વાસ ડગે નહી. વિમાનના શોધક રાઈટ બ્રધર્સે જયારે પ્રથમવાર આવા ઉડાન યંત્ર વિશેનો પ્રસ્તાવ લંડનની સાયન્સ સોસાયટી સમક્ષ મુક્યો ત્યારે તેને હસી કાઢ્યો હતો. અને તે સમયે આ સાયન્સ સોસાયટીના પ્રમુખ હતા જાણીતા વૈજ્ઞાનિક લોર્ડ કેલ્વિન, જેમના નામથી ટેમ્પરેચર કેલ્વિનમાં પણ મપાય છે.
લંડનની સાયન્સ સોસાયટીના પ્રમુખ અને તે પણ મહાન વૈજ્ઞાનિક જ્યારે આવું કહે ત્યારે એને પડકારવાની હિંમત કોણ કરે ? છતાં રાઈટ બ્રધર્સને પોતાનામાં અતૂટ આત્મવિશ્વાસ હતો કે આવું ઉડતું યંત્ર એ અવશ્ય બનાવશે અને 1908 માં તેમણે સૌ પ્રથમ વાર પ્રાથમિક કહી શકાય એવું હવાઈજહાજ બનાવ્યું અને ઉડાડી બતાવ્યું. જે વસ્તુ આખી દુનિયાને અવશ્યક છે એમ કહી હતી તેને આ બને રાઈટ બ્રધર્સ પોતાના આત્મવિશ્વાસથી સાબિત કરી દેખાડી.
કહેવેનો મતલબ છે કે દઢ આત્મવિશ્વાસથી જ કોઈ પણ વસ્તુ મેળવી શકાય છે. આ દુનિયામાં ખોવાઈ ગયેલ સતા કે પછી આખી જિંદગી મહેનત કરી ને જે સામ્રાજ્ય ઊભું કર્યું હોય એ સંપતિ, જો પળવારમાં છિન્નભિન્ન થઇ જાય તો માણસ ચોક્કસ ભાંગી જાય. તે છતા એ બધુજ ફરી પાછું મળી શકે છે પણ જો એકવાર આત્મવિશ્વાસથી તૂટી ગયો તો જીવનમાં થઇ નાં શકે.
અંતમાં, વાંચકોને અમૃત ઘાયલનો ખુમારી અને આત્મવિશ્વાસ ભરપુર એવો શેર અર્પણ ....
અમૃતથી હોઠ સહીના એકઠા કરી શકું છું, મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું,
આ મારી શાયરીય સંજીવની છે, ઘાયલ શાયર છું, પાળિયાને પણ બેઠા કરી શકું છું
- ડો. કેતન પોપટ