Managed By "Samanvay Education and charitable Trust"

હું એક શિક્ષક છું ...

હું એક શિક્ષક છું ...

        બાળકના મોમાંથી સવાલ નીકળ્યો તે પળે મારો પ્રથમ જન્મ થયો. પછી હું ઘણી રીતે જન્મતો રહ્યો. એથેન્સના યુવાનોને સવાલો દ્વારા વિચારોની દિશામાં ગતિ કરવાનું શીખવનાર સોક્રેટીસ હું જ છું. હું અન્ના સુલીવાન છું, જેને હેલન કેલરની હથેળી પર બ્રહ્માંડના રહેસ્યો આલેખ્યા.

        અગણિત વાર્તાઓ દ્વારા સત્યની શોધ કરનાર ઇસપ અને હેન્સ ક્રીશ્ચન એન્ડરસન હું જ છું. શિક્ષણનો અધિકાર દરેક બાળકને પ્રાપ્ત થાય તે માટે લડનાર માર્વાકોલીન હું જ છું. અમારા માટે બેન્ચને બદલે ઓરેન્જક્રેપ્સ મૂકી ભવ્ય કોલેજ બાંધનાર મેરી મેકલોડ બેઠું પણ હું જ છું. અને દાદરા ઊતરતા - ચડવા માટે સંઘર્ષ કરનાર બેલ કોફ્મેન પણ હુ જ છું.

        જે લોકો મારા વ્યવાસયને સમર્પિત થયા છે તેમના નામ માનવતાના મંદિરમાં ઘંટના રણકારની જેમ ગુંજે છે - બુકર ટી, વોશિંગ્ટન, બુદ્ધ કોન્ફયુશિયસ રાલ્ફવાલ્ડો ઈમર્સન, લિઓ બાસ્કેગ્લિઆ, મોઝેસ અને જિસસ

        હું એવા લોકોને પણ પ્રતિનિધિ છું જેમના નામ અને ચેહરા કોઈને યાદ નથી પણ તેનણે શીખવેલા પાઠો અને ચરિત્રો તેમના અસંખ્ય વિદ્યાર્થીઓના જીવનને શોભી રહ્યા છે.

        જુના વિદ્યાર્થીઓના લગ્ન - સમારંભોમાં હું આનંદથી રડી રહ્યો છું, તેમને ત્યાં બાળક જન્મે ત્યારે હસ્યો છું અને અકાળે આથમી જનાર તેમના જીવન માટે તેમની કબર પાસે પીડાથી તૂટી પડયો  છું. 

        મારી દિનચર્યા દરમિયાન હું કેટકેટલી ભૂમિકા ભજવું છું: અભિનેતા, મિત્ર, નર્સ, ડોક્ટર, શિક્ષક, વ્યવસ્થાપક, પૈસા ધીરનાર, ટેક્સી ડ્રાઈવર, માનસશાસ્ત્રી, વૈકલ્પિક પિતા/ માતા, રાજકારણી અને શ્રદ્ધા પેદા કરનાર.

        મારે નકશા, ચાર્ટ, ફોર્મ્યુલા, ક્રિયાપદો, વાર્તાઓ અને પાઠ્યપુસ્તકો સિવાય કશું વિદ્યાર્થીઓને શીખવવાનું નથી - કેમ કે મારા વિદ્યાર્થીઓને જે ખરું શીખવવાનું છે તે તેમની પોતાની જાત વિશે શીખવવાનું છે અને આખી દુનિયા મળીને પણ કોઈને તે પોતે શું છે તે સમજાવી શકે નહિ.

        હું વિરોધાભાસની પ્રતિમા છું. હું ખુબ સાંભળું છું. અને હું ખુબ મોટેથી બોલું છું. મારા વિદ્યાર્થીઓનો મારા માટેનો પ્રેમ અને કદર એ જ મારા માટે તેમના તરફથી મળતી સૌથી મોટી ભેટ છે.

        ભૌતિક પ્રાપ્તિ મારું ધ્યેય નથી, પણ હું હંમેશા ખજાનાની શોધમાં હોઉં છું. મારી શોધ એવા ક્ષેત્રોની છે જ્યાં મારા વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા અજમાવવાની તક મળે અને હું એવી પ્રતિભાઓને પણ શોધું છું જે વિદ્યાર્થીઓને ખબર પણ ન હોય તેમ તેમનામાં છુપાયેલી પડી હોય છે.

        જે મહેનત કરે છે, તેમનું હું સદભાગ્યે છું.

        ડોક્ટરોને નવા જીવનને અવતારવાની એક તક મળે છે. મને રોજેરોજ જોવા મળે છે કે જીવન કેવી રીતે નવા પ્રશ્નો, નવા વિચારો અને નવી મૈત્રીના રૂપમાં ફરીફરી જન્મતું રહે છે.

        એક સ્થપતિ એ જાણે છેકે જો તે સંભાળપૂર્વક કોઈ ઈમારત બનાવે તો તે સદીઓ સુધી ઊભી રહે છે. એક શિક્ષણ એ જાણે છે કે પ્રેમ અને સત્ય વડે તે જે સર્જશે તે શાસ્વત બની જશે.

        હું એક યોદ્ધો છું. મારી લડાઈ ખોટા દબાણ, નકારાત્મકતા, ડર, પૂર્વગ્રહો, જડતા, અજ્ઞાત અને ભેદભાવોની સામે અવિરત ચાલે છે. મને અદભૂત સહાયતા પણ મળે છે - બુદ્ધિની, વિસ્મયની, માનવીય સંઘર્ષની, વ્યક્તિત્વ સર્જકતા, શ્રદ્ધા, પ્રેમ  અને આનંદની! આ બધા હંમેશા મારી સાથે રહી મને અવર્ણનીય આધાર આપે છે.

        મારા આ અદભૂત જીવન માટે હું સૌથી વધુ આભારી તો માતાપિતાઓ તમારો છું. કારણ કે તમે તમારું બાળક મારામાં શ્રદ્ધા રાખીને મને સોપ્યું.

        કદાચ એટલે જ મારે ભવ્ય સમૃદ્ધ સંસ્મરણોથી હર્યોભર્યો છે. પડકારો, સાહસો અને આનંદથી ભરપુર વર્તમાન છે, કારણ કે ભવિષ્ય સાથે મારું જીવન વિતાવવાનો મને મોકો મળ્યો છે.

        હું શિક્ષક છું -  અને તેને માટે હું રોજ ઈશ્વરનો અભાર માનું છું.

                             

                                                                    - જ્હોન ડબલ્યૂ. સ્કલેટર